ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં કરશે. મંગળવારે ડેમ સિઝનમાં પહેલીવાર 100 ટકા છલોછલ ભરાઈ ગયો છે.