સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લૉકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર, ફેન્સિંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો. આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સિંગ કામગીરી બંધ ન કરાતા. છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેન્સિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવા છતાં તંત્રના કોઈપણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતાં. ત્યારબાદ એનસીપીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા મુલાકાતે આવ્યા હતા. તેઓને પણ 6 ગામ લોકો સુધી જવા નથી દેવામાં આવ્યા પણ 6 ગામના આગેવાનોને વસંતપુરા ખાતે શંકરસિંહ બાપુને મળવા માટે આવા દેવામાં આવ્યા હતા. શંકરસિંહ સાથેની મુલાકાતમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે, અમારે સરકારનું પેકેજ નથી જોઈતું અમને અમારી જગ્યા પર જ રહેવા દો.