કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી PM મોદીએ દેશને સંબોધિત કરતાં કહ્યું કે સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. રજવાડાઓમાં ભારતીયતાની ભાવના હતી. સરદારે રજવાડાઓમાં ભારતીયતાનો ભાવ ઓળખ્યો. જણાવી દઈએ કે એકતાને ધ્યાને લઇને આજે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરાયું છે.
PM મોદીએ કહ્યું આપણે હમણાં જ સરદાર પટેલનો સંદેશો સાંભળ્યો, સરદાર પટેલના શબ્દોમાં પ્રેરણા હતી. PM મોદીએ કહ્યું અખંડ ભારતના નિર્માતાને વંદન. એક વર્ષ પહેલા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા દેશને સમર્પિત કરી. આજે આ પ્રતિમા સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે. આજે પુષ્પાંજલિ કરતાં ગર્વ અનુભવી રહ્યો હતો.
PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં રાષ્ટ્રિય એકતા પરેડમાં પહોંચ્યાં. PM મોદીએ રાષ્ટ્રધ્વજ અને જવાનોને સલામી આપી. રાષ્ટ્રગીતથી એકતા પરેડ કાર્યક્રમનો પ્રારંભ થયો. ગુજરાત પોલીસ અને CRPF જવાનોએ પ્રદર્શન રજૂ કર્યું. CRPFની મહિલા ટીમ દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. મહિલા ટીમ દ્વારા બાઇક પર વિવિધ પ્રદર્શન બતાવવામાં આવ્યું.
જ્યાં CISF અને NDRFની ટીમના જવાનો દ્વારા કામગીરીનું પ્રદર્શન રજૂ કરાયું. CISF દ્વારા આતંકવાદી હુમલાની મોકડ્રીલ રજૂ કરાઇ. આતંકવાદને જવાબી કાર્યવાહીનું પ્રદર્શન રજૂ કરાયું. PM મોદીએ તાળીઓથી જવાનોની કામગીરી બિરદાવી. NDRFના જવાનોની કામગીરીનું પ્રદર્શન રજૂ કરાયું. ભૂકંપ જેવી ત્રાસદી સમયે કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તે રજુ કરવામાં આવ્યું.