અનુચ્છેદ 370ને લઇને ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં સોમવારે જવાબ આપ્યો. તેમણે એક તરફ અલગાવવાદીઓ પર જોરદાર પ્રહાર કર્યા ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઇ પટેલનો પણ ઉલ્લેખ કર્યો.
અમિત શાહે કહ્યું કે, આતંકવાદીઓ, આઇએસઆઇ અને ઘુષણખોરોએ ઘાટીના યુવાનોને ગુમરાહ કર્યા છે. જે લોકો ઘાટીના યુવાનોને ભડકાવવા માંગે છે, તેમના દીકરા-દીકરીઓ લંડનમાં ભણે છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, અમે ઘાટીના યુવાનોને ગળે લગાવવા માંગીએ છીએ, શિક્ષણ અને રોજગારી આપવા માંગીએ છીએ. ત્યારબાદ શાહે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરૂનો ઉલ્લેખ કર્યો.
અમિત શાહે કહ્યું, નેહરૂએ કહ્યું હતું કે કલમ 370 ઘસતા-ઘસતા ઘસાઇ જશો પરંતુ 70 વર્ષ સુધી તેને એટલો સંભાળીને રાખવામાં આવ્યા કે આ ઘસાયું નહીં. બધા જાણે છે કે આ અસ્થાયી કાયદો છે. તેમને વધુમાં કહ્યું કે, કેટલાક સભ્ય કહી રહ્યા છે કે સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને આપવા માંગતા હતા. આવી વાતોને સંસદના રેકૉર્ડમાંથી હટાવી દેવી જોઇએ. સરદાર પટેલે 650થી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું.
સંસદમાં ઉગ્ર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, સરદાર પટેલે ક્યારે કાશ્મીર ડીલ નથી કરી. તેમણે જૂનાગઢ અને હૈદરાબાદ ડીલ કરી, જે ભારતમાં છે, તે પણ વગર કલમ 370. જમ્મુ કાશ્મીરની ડીલ પંડિત નેહરૂએ કરી હતી, જેની સાથે તેમણે કલમ 370 છે. સરદાર પટેલે ક્યારેય આ મામલે ડીલ કરી જ નથી.
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે, કેટલાક સાંસદ પૂછી રહ્યા છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત ક્યાં સુધી બન્યું રહેશે. હું તેમને વિશ્વાસ આપું છું કે ત્યાંની સ્થિતિ સામાન્ય થશે અને યોગ્ય સમય આવશે, જમ્મુ કાશ્મીરને ફરી રાજ્ય બનાવી દેવામાં આવશે. જેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ એક દિવસ આ રાજ્ય જરૂર બનશે.