રાજ્યસભાના સાંસદ શાંતારામ નાઈકે ‘’ન્યાયતંત્રની વધતી સક્રિયતા’’ મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી. કોંગ્રેસના સાંસદે કહ્યું કે ડાન્સ બારથી માંડીને BCCIના વહીવટ સુધીના મુદ્દાઓ પર ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી રહ્યું છે. તેમણે હાઈવે પર દારુના વેચાણ પરનો પ્રતિબંધ એ ધારાકીય અને વહીવટીતંત્રની કામગીરીમાં હસ્તક્ષેપ ગણાવ્યો. નાઈકે કહ્યું કે કોર્ટ આ કરશે તો પછી સંસદ અને વિધાનસભા શું કરશે ?