સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી પાંચ સાંસદો રાજ્યસભાના અને આઠ સાંસદો લોકસભાના છે. સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલ અને પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ ક્રિષ્નમૂર્તીની જ્યૂરી કમિટી દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જે સાંસદોને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં કોંગ્રેસના કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે.