Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Mumbai (SportsMirror.in) : વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમની (Team India) ન્યુઝીલેન્ડના પ્રવાસ ખેડશે. ત્યારે આ સીરિઝ માટે ટી20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝ રમાશે. બંને દેશો વચ્ચે આ સીરિઝની શરૂઆત 24 જાન્યુઆરીના રોજ ઓકલેન્ડમાં થશે.

ટીમમાં સંજુ સેમસનની ફરી અવગણના

હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી ટી20 સીરિઝમાં રહેલી ટી20 ઇન્ડિયામાં કોઇ ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યો. શ્રીલંકા સીરિઝ દરમ્યાન આરામ આપવામાં આવેલ રોહિત શર્માની ન્યુઝીલેન્ડ સીરિઝમાં વાપસી થઇ છે. જ્યારે વિકેટકીપરના વિકલ્પ તરીકે સંજુ સેમસનની ફરી અવગણના કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે સંજુ સેમસનની પસંદગી કરવામાં નથી આવી. ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમમાં આશા રહેલી હતી પણ ફિટનેસ ટેસ્ટમાં તે પાસ ન થઇ શકવાને કારણે તેને ટીમમાં જગ્યા નથી મળી.

ન્યુઝિલેન્ડ પ્રવાસ માટે ભારતની ટી20 ટીમ આ રહી

વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), શિવન દુબે, કુલદિપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર.

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેનો કાર્યક્રમ

ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચની સીરિઝથી થશે. પહેલી ટી20 મેચ 24 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી ટી20 મેચ 26 જાન્યુઆરીના રોજ અને ત્રીજી ટી20 મેચ 29 જાન્યુઆરીના રોજ રમાશે. તો બાકીની ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ અને પાંચમી અને અંતિમ ટી20 મેચ 2 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ટી20 બાદ વન-ડે અને ટેસ્ટ સીરિઝ પણ રમાશે

ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ત્રણ વન-ડે મેચની સીરિઝ રમશે. પહેલી વન-ડે મેચ 5 ફેબ્રુઆરીના રોજ બેમિલ્ટનમાં રમાશે. જ્યેર બીજી મેચ 8 ફેબ્રુઆરીના રોજ ઓક્લેન્ડમાં રમાશે. તો ત્રીજી અને અંતિમ વન-ડે મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. 21 થી 25 ફેબ્રુઆરી દરમ્યાન ભારત વેલિંગ્ટનમાં પહેલી ટેસ્ટ મેચ રમશે.જ્યારે બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમ્યાન ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ