ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ભટ્ટને 1990માં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના મોત મામલામાં સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ એક અન્ય પોલીસ અધિકારી પ્રવિણ સિંહ ઝાલાને પણ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ જ મહિને 12 તારીખે સુપ્રિમ કોર્ટે એક નીચલી અદાલતમાં ફરી એકવાર આ મામલાની સુનાવણી શરૂ કરવાની અપીલ રદ્દ કરી દીધી હતી. ભટ્ટે માગણી કરી હતી કે, કેટલાક સાક્ષીઓને કોર્ટમાં ફરીવાર બોલાવવામાં આવે. સંજીવ ભટ્ટ એકવાર ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે ગુજરાત સરકારને ભટ્ટ પર કેસ ચલાવવાની અનુમતિ આપવામાં નહોતી આવી. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.