શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે બુધવારે ભાજપના પીએમ નરેન્દ્ર મોદીની તુલના મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે કરી, જેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે દેશના લોકો પીએમ મોદી પરના આવા હુમલાઓનો જડબાતોડ જવાબ આપશે. મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં બુલઢાણામાં એક રેલીમાં, રાઉતે કહ્યું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો જ્યારે ઔરંગઝેબનો જન્મ વર્તમાન ગુજરાતમાં થયો હતો