કોલકાતાની સેલ્ડાહ સેશન્સ કોર્ટે સરકારી આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ૩૧ વર્ષીય ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને શનિવારે દોષિત જાહેર કર્યો છે. ન્યાયાધીશ અનિર્બાન દાસ હવે સંજય રોયને સોમવારે સજાની જાહેરાત કરશે. આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની આ ઘટનાએ દેશવાસીઓને દિલ્હીની નિર્ભયાની યાદ અપાવી દીધી હતી. સંજય રોયને સજા અપાવવા માટે સમગ્ર દેશમાં મેડિકલના વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી હડતાળ પર ઉતરી ગયા હતા.