કચ્છમાં પવનચક્કીઓ માટે તંત્ર દ્વારા નીતિ નિયમોનાે ઉલાળીયો કરી આડેધડ સરકારી જમીનો મંજૂર કરવામાં આવી રહી છે તેવી ગામે ગામ ઉઠી રહેલી વ્યાપક ફરિયાદ સાચી હોવાની આડકતરી કબૂલાત હવે ખુદ મહેસુલ અને વન તંત્ર કરી રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
નખત્રાણાના સર્કલ ઓફિસરે જે ‘ભેદી’ કારણોસર પવનચક્કીની માંગણીવાળી જમીનમાં ‘માત્ર છૂટાછવાયા ગાંડા બાવળ અને અન્ય નાના ઝાડી ઝાંખરા આવેલ છે’ તેવું પંચનામું કરેલું છે અને તેના આધારે કલેકટરે 40 પવનચક્કીઓ મંજૂર કરેલ છે તે પ્રકરણ એન.જી.ટી.માં પહોંચતા વન વિભાગે કરેલ સ્થાનિક સર્વેમાં પવનચક્કીની આ 40 લોકેશનવાળી જમીન પર કુલ 28,194 વૃક્ષો આવેલ હોવાનું જાહેર થતાં જ મહેસુલ તંત્રનો ભાંડો ફૂટી ગયો છે ! વાય.એ. કુરેશી, મદદનીશ વન સંરક્ષક-2 કચ્છ પશ્ચિમ વન વિભાગે તા. 21-3-20ના એક વિગતવાર રીપોર્ટ નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગને મોકલ્યો છે તેમાં આ ઘટસ્ફોટ થયો છે.
ખેડૂતને કુવા માટે એક ગુંઠો જમીન જોઇતી હોય તો સાત કોઠા વિંધવા પડે અને નેવના પાણી મોભે ચડાવવા જેવી આકરી પ્રક્રિયા છે ત્યારે પવનચક્કીવાળી કંપનીઓને નિયમોની આંટીઘૂંટી વિના જે ઉદારતાથી જમીનો મંજૂર કરવામાં આવી રહી છે તે સમગ્ર બાબત ઉંડી તપાસ હાથ ધરાય તો મહેસુલ સહિતના ટોચના અધિકારીઓ સુધી રેલો પહોંચે તેમ છે.નખત્રાણા તાલુકાના સાંગનારામાં જિલ્લા કલેકટર દ્વારા 2017થી 2019 દરમિયાન પાંચ કંપનીઓને કુલ 40 પવનચક્કી માટે સરકાર જમીન ભાડાપટ્ટે મંજૂર કરવામાં આવતા ગામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
પણ સ્થાનિકે ન્યાય ન મળતાં સમગ્ર મામલો આખરે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પહોંચતા મહેસુલ તંત્ર દ્વારા ખોટી રીત રસમો અપનાવી આ જમીનો મંજૂર કરવામાં આવી હોવાની વિગતો હવે સપાટી પર આવી રહી છે.જમીન મંજૂર કરતી વખતે જે તે સમયે તલાટી-સર્કલથી લઇ ઉચ્ચ અધિકારીઓએ પણ ખોટા અભિપ્રાય આપ્યા હતા તે હવે સાબિત થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે. સાંગનારાના ગામલોકોએ આધાર-પુરાવા સાથે સચોટ અને ઉગ્ર રજૂઆતો કરી પણ તંત્રે કોઇની પણ વાત સાંભળ્યા વિના 40-40 પવનચક્કીઓ મંજૂર કરી દેતાં શરૂ થયેલી લડત હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.
સાંગનારા ગ્રામજનોના ઉગ્ર આંદોલનને કારણે હરકતમાં આવેલા સ્થાનિક તંત્રે લોકોના રોષને ઠારવા લીલી ઝાડીના નિકંદન બદલ કંપનીને દંડ જેવી કાર્યવાહી કરી રહ્યું છે અને વિન્ડમીલના હેતુ માટે સરકારી પડતર જમીન ભાડાપટે ફાળવવામાં સાંગનારા, ધાવડા અને રામપર (રોહા) વિસ્તારને નો ડેવલોપમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની દરખાસ્ત પણ કરી છે પરંતુ અગાઉ ખોટી રીતે મંજૂર કરેલ પવનચક્કીઓ બાબતે કોઇ કાર્યવાહી કરવા તૈયાર નથી !
લોકોના રોષને પગલે સુઝલોન કંપનીને મંજૂર થયેલી 11 પવનચક્કી પૈકી 3 પોઇંટ પર કંપનીએ નિયત સમય મર્યાદામાં કામગીરી શરૂ કરી ન હોવાનું જણાવી કલેકટરે 3 મંજૂરી રદ કરી જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ કર્યા છે. હુકમની શરતો મુજબ બે વર્ષમાં કામગીરી શરૂ ન કરેલ આવી બીજી 29 પવનચક્કીની મંજૂરી રદ કરવા પણ મામલતદાર નખત્રાણાએ નાયબ કલેકટરને રીપોર્ટ કર્યો છે પણ હજુ સુધી કલેકટરે આ મંજૂરી રદ કરી ન હોવાનું સુત્રો કહે છે.
પવનચક્કીની મંજૂરીમાં વન વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવે છે પણ તે માત્ર એટલા પુરતો કે જંગલ ખાતાની જમીન પૈકી તે આવે છે કે કેમ ૌ ખરેખર તો સરકારી જમીન હોય તો પણ જૈવ, જૈવિક સૃષ્ટિ અને પર્યાવરણીય દ્રષ્ટિએ જમીન આપવાપાત્ર છે કે કેમ તે અંગે જો દરેકમાં વન વિભાગનો અભિપ્રાય લેવાય તો સાંગનારા જેવા ગરબડ-ગોટાળા અટકી શકે તેવું પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા જાણકારોનું કહેવું છે.