કેન્દ્રમાં સ્થિર અને મજબૂત સરકારની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખલી મુદ્દે તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. કૂચબિહારમાં પીએમ મોદીએ કહ્યું કે બંગાળ અને આખા દેશે જોયું કે કેવી રીતે સંદેશખલીના ગૂનેગારોને બચાવવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તાકત લગાવી દીધી હતી. પરંતુ હું ગેરંટી આપું છું કે સંદેશખલી મુદ્દે ન્યાય થશે. ગુનેગારોએ બાકીનું આખું જીવન જેલમાં જ કાઢવું પડશે. આ સાથે વડાપ્રધાને સીએએ રોકવા બદલ પણ તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી હતી.