ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે તેઓએ આજે અમદાવાદમાં પ્રેરણા તીર્થ સોસાયટીમાં પાંચમા માળેથી નીચે ઝંપાવ્યું ઉપરથી નીચે પડતા મોટો અવાજ આવ્યો હતો જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા . કોઈએ 108 નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ ડોક્ટર આવે ત્યાં પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા