ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પ્રેસ દ્વારા મંગળવારે ‘સંવિધાન’ શબ્દને 2019નો સર્વશ્રેષ્ઠ ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે જાહેર કરાયો છે. ઓક્સફોર્ડ મુજબ 2019માં લોકતંત્ર, સેક્યુલરિઝમ, ન્યાય, આઝાદી, સમાનતા અને પરસ્પર ભાઇચારાની કસોટીઓને બંધારણના આધારે માપવામાં આવી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પ્રેસ મુજબ સંવિધાનનો અર્થ લોકતાંત્રિક સિદ્ધાંતોની એક એવી સંસ્થા છે જેને અનુસરીને સ્ટેટ કે સંગઠનને શાસન કરવાની મંજૂરી મળે છે. નોંધનીય છે કે વર્ષ 2018માં નારી શક્તિ વર્ષનો સર્વશ્રેષ્ઠ શબ્દ તરીકે પસંદ કરાયો હતો.