ટેલિવિઝન માર્કેટની નં 1 કંપની સેમસંગે પહેલીવાર ટીવીના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. Xiaomi સહિતની ચાઇનીઝ બ્રાન્ડ્સને કારણે ગભરાયેલી સેમસંગે મોટી સ્ક્રીન સાઇઝના એન્ટ્રી-લેવલનાં મોડલ્સના ભાવમાં મહત્તમ ઘટાડો કર્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓએ દક્ષિણ કોરિયાની સેમસંગને પછાડી દીધી છે અને હવે ટીવી માર્કેટમાં પણ ચાઇનીઝ બ્રાન્ડ્સનું વેચાણ વધી રહ્યું છે.