અમદાવાદ સહિત છ શહેરોમાં 617 કરોડના ખર્ચે બનેલી સમરસ હોસ્ટેલ ખાલી રહી. હોસ્ટેલની 10,500ની ક્ષમતા સામે 8,169 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો. કારણ એવું અપાયું છે કે ગયા વર્ષે એડમિશનની પ્રક્રિયા મોડી થઈ જેના કારણે 2331 વિદ્યાર્થીઓની ઘટ રહી. હોસ્ટેલમાં જે તે શહેરની પાસેના વિદ્યાર્થીને એડમિશન નથી અપાતું, તેથી અમદાવાદમાં ઘણી અરજીઓ રદ્દ થઈ, તો વડોદરા, સુરતમાં વિદ્યાર્થી ન મળ્યા.