-
શરીરમાં છાતીથી નીચે 80 ટકા અપંગતા ધરાવનાર અમદાવાદના બહાદુર અને અડગ મનોબળ વાળા 45 વર્ષિય સમીર એ. કકક્ડ અને તેમના જેવા જ અન્ય વિકલાંગોની ટીમ, વિકલાંગો પણ હાથથી કાર ચલાવી શકે તેવી ખાસ પ્રકારના વાહન ચલાવીને અમદાવાદથી લંડનનો પ્રવાસ ખેડવાના છે. તેઓ 14 એપ્રિલના રોજ રવાના થશે. તેઓ 18 દેશોમાંથી પસાર થઇને 16 હજાર કિ.મી.નો પ્રવાસ 50 દિવસમાં પૂરો કરશે. પ્રવાસને “રોડ ટુ લંડન-2019 એ જર્ની ટુ ઇન્ડીપેન્સી” એવું નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાથ અને પગથી વિકલાંગ હોય તેવા લોકો પણ કાર ચલાવી શતે એવી કીટ તેણમે વિકસાવી છે. આ પ્રવાસ માટે મહિન્દ્રા સ્કોરપિયોને પસંદ કરવામાં આવી છે. વિશ્વમાં આજદિન સુધી વિકલાંગો દ્વારા આવા વાહનોમાં આવો સાહસી પ્રવાસ ખેડવામાં આવ્યો નથી. વિકલાંગોને પ્રેરણા મળે તે માટે તેઓ અને તેમની વિકલાંગોની ટીમ આ સાહસ માટે જઇ રહી છે.