સમલૈંગિક એટલે કે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગ કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જોકે કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ કર્યો છે. આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને સોપવામાં આવી છે. આ બેંચ આગામી ૧૮મી એપ્રીલે હવે સુનાવણી શરૂ કરશે.