જામા મસ્જિદમાં હરિહર મંદિર હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યા બાદ નીમવામાં આવેલાં એડવોકેટ કમિશનર દ્વારા બે તબક્કામાં કરવામાં આવેલાં મસ્જિદના સર્વેનો રિપોર્ટ સીલબંધ કવરમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહની અદાલતમાં બંને પક્ષોના વકીલોની હાજરીમાં ગુરૂવારે સુપરત કરવામાં આવ્યો હતો. બુધવારે જામા મસ્જિદની ઇન્તઝામિયા કમિટીએ સર્વે રિપોર્ટ વહેલો સુપરત કરવા વિનંતી કરી હતી. ૪૫ પાનાંના આ સર્વે રિપોર્ટમાં ૧૨૦૦ ફોટો અને ત્રણ કલાકનું વિડિયો ફૂટેજ પણ સામેલ છે.