OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભેટ કરી હતી. આ બેઠકમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ભવિષ્ય અને તેની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓલ્ટમેને ટ્વિટર પર તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી. ઓલ્ટમેને આઈઆઈઆઈટી દિલ્હી ખાતે આયોજિત ડિજિટલ ઈન્ડિયા ડાયલોગ ઈવેન્ટમાં વાતચીત વિશે પણ માહિતી આપી છે.