હાલમાં વરુણ ધવન પત્રકારો સાથે ગોષ્ઠિ કરી રહ્યો હતો અને વાતવાતમાં 'જુડવા-ટુ'ની વાત નીકળી. આ ફિલ્મમાં વરુણ ધવન 'લીડ' ભૂમીકામાં છે. 'જુડવા'માં હીરોની ભૂમીકા સલમાને ભજવી હતી જ્યારે 'જુડવા-ટુ'માં એનું સ્થાન વરુણે લીધું છે. વરુણને 'જુડવા'ના શૂટીંગ સમયનો એક કિસ્સો યાદ આવી ગયો. એણે કહ્યું કે 'જુડવા'ના શૂટીંગ દરમિયાન સલમાને એને ગાલે થપ્પડ રસીદ કરવાની ધમકી આપી હતી.