કાળિયાર શિકાર કેસમાં જોધપુર સેશન્સ કોર્ટ દ્વારા સલમાન ખાનને જામીન મળ્યા પછી સલમાન ખાન જેલમાંથી મુક્ત થઇ ચૂક્યો છે. જેલથી નિકળીને ખાસ વિમાન દ્વારા સલમાન ખાન જોધપુર એરપોર્ટથી મુંબઈ જવા રવાના થયો હતો. તેનો બોડીગાર્ડ શેરા સતત તેની સાથે રહ્યો હતો. બિશ્નોઈ સમાજે સેશન્સ કોર્ટના સલમાનને જામીનનો વિરોધ કર્યો છે. બિશ્નોઈ સમાજે કહ્યું કે, તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે.