કેન્દ્રીય કેબિનેટે ડાક સેવકોના વેતન અને ભથ્થાંમાં વધારાનો નિર્ણય કરી દેશના 3 લાખ 7 હજાર ડાક સેવકોના વેતન-ભથ્થામાં સૌથી મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. તેના કારણે એમના વેતનમાં 56 ટકાનો વધારો થશે. નવા વેતન ધોરણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ થશે. અત્યાર સુધીના એરિયર્સની ચુકવણી એક હપ્તામાં કરવામાં આવશે. સરકારે મૃતક કર્મચારીના આશ્રિતને નોકરી આપવાના નિર્ણયને પણ મંજૂરી આપી છે.