ભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એજન્સીઓ સકંજો કસ્યો છે. હવે ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી છે જેઓ આ ગેંગને વિદેશથી ચલાવી રહ્યા છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બંને વિરુદ્ધ ભારતમાં ઘણા પ્રકારના કેસ દાખલ છે જે બાદ પોલીસ તેમને શોધી રહી હતી