મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો ત્યાં મોરારિ બાપુને માનતા નામી ગુજરાતી કલાકારો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનીને સંપ્રદાય દ્વારા આપવામાં આવેલા સન્માન ‘રત્નાકાર’ એવોર્ડને પરત કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણીતા લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. તેમને મોરારિબાપુના સમર્થનમાં આ એવોર્ડ પરત કર્યો છે. ઉપરાંત જાણીતા માયાભાઈ આહીર, જય વસાવડા, દેવરાજ ગઢવી અને અનુભા ગઢવીએ પણ મોરારિબાપુના સમર્થનમાં આ એવોર્ડ પરત કર્યો છે. ત્યારે હવે સાંઈરામ દેવ પણ પોતાનો એવોર્ડ પરત કરશે. એવા સમાચાર મળ્યા છે.
રિપોર્ટ મુજબ જાણીતા કલાકાર સાંઈરામ દવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેમને મળેલા એવોર્ડ અને રાશિને પરત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ સાંઈરામ દવે કહ્યું કે,‘મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલી રહેલા વિવાદથી શ્રદ્ધાળુઓ અને સમર્થકો દુ:ખી છે. પરંતુ હવે એક સંત દ્વારા બધા કલાકારોને દારૂડિયા ગણાવવામાં આવ્યા અને આ વાતથી હું ઘણો દુ:ખી છું.’