કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે ઠાકોર સમાજનાં મહાન સંત સદારામ બાપા 111 વર્ષે દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બપોરે ચાર કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જોકે તેમના અંતિમ દર્શન માટે ટોટાણા ગામે લોકો ઉમટી રહ્યા છે. બાપાની વિદાયથી તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટોટાણા આશ્રમ ખાતે સાંજે ચાર વગ્યે સંતો, મહંતો અને પરિવારની ઉપસ્થિતિમાં પાર્થિદેહને અગ્નિ દાહ આપાશે.
ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બારાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઈને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા.