પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ હવે ભારતની સૈનિક સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકોના માતા પિતાનો સંપર્ક કરી જાણકારી કઢાવવાનો પ્રયાસ કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. એવામાં નોઇડાના સેક્ટર ૩૭ સ્થિત આર્મી પબ્લિક સ્કૂલ (એપીએસ) દ્વારા પોતાની સ્કૂલમાં અભ્યાસ કરનારા બાળકોના માતા પિતાને સલાહ આપી છે કે વિદેશથી અજાણ્યા નંબરથી આવતા ફોન કોલથી સાવધાન રહેવામાં આવે. આ માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.