સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું આજે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.આવતીકાલે તેમના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.