અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીર પીડિતાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહ્યો છે. આ આપઘાત કરનારી પીડિત ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જોકે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. પરંતુ પીડિત યુવતિનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સગીરાને લાગી આવ્યું હતું અને તે પોતાના ઘરમાંથી બહાર પણ નિકળી શકતી ન હતી જેથી તેણીએ કંટાળી ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો. ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિને જોતા આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.