ભાજપે દેશમાં રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી વખત વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અનેક ઈતિહાસો રચ્યા છે. આ સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, ગોવા, મણીપુરમાં પણ વિજય ધ્વજ ફરકાવ્યો છે. બીજીબાજુ સરહદીય રાજ્ય પંજાબમાં બધા જ પરંપરાગત પક્ષોના સૂપડા સાફ કરતાં આપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ભગવંત માન શહિદ ભગતસિંહના પૈતૃક ગામમાં શપથ ગ્રહણ કરશે.