ગઈકાલે સંસદની સલામતીમાં થયેલી ગંભીર ચૂક પછી આજે ગુરૂવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિર્લાએ કહ્યું હતુ કે, સંસદની અને સાંસદોની સલામતીની જવાબદારી મારી છે. સરકાર તેમાં હસ્તક્ષેપ પણ ન કરી શકે આ સાથે, વધુ સ્પષ્ટતા કરતા તેઓએ જણાવ્યું હતું કે, 'વાસ્તવમાં લોકસભા સચિવાલય જ ગૃહની સલામતી વ્યવસ્થા ગોઠવે છે.'