અમરેલી જિલ્લાના ધારી સફારીપાર્કમા સિંહ અને સિંહણ લાવવામાં આવશે. વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એક સિંહ અને ચાર સિંહણનું આગમન થશે. વેકેશનમાં પ્રવાસીઓની માંગને ધ્યાને રાખી વનતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ગિરની સાથે હવે ધારી સફારીપાર્કમાં પણ પ્રવાસીઓ વધુ આવે છે.