બનાસકાંઠાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ધામના સાધ્વી જયશ્રીકાનંદગીરીની ઠગાઈ કેસમાં ધરપકડ થઈ. જ્વેલર્સે પાંચ કરોડથી વધુ રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમના પાલનપુરમાં ઘરે રેડ કરી ત્યારે ઘરમાંથી સવા કરોડ રુપિયા રોકડા, 2.4 કિલો સોનું અને દારુનો જથ્થો પકડાયો.RSSના કાર્યકર્તાએ તેમની પર 2008માં થયેલી મહંતની હત્યામાં પણ તેમની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ તે ડાયરામાં ચલણી નોટ ઉડાડતા ચર્ચામાં આવેલા.