મધ્યપ્રદેશના ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાના પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હોવા છતા તે મંદિરોમાં જઈને પ્રચાર કરી રહ્યા હતા. આ અંગે ચૂંટણી અધિકારીએ સાધ્વી પ્રજ્ઞા પાસે જવાબ માગ્યો છે.
મહત્વનું છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ચૂંટણી પંચે ATSના પૂર્વ પ્રમુખ દિવગંત હેમંત કરકરે અને બાબરી મસ્જિદ ધ્વંસ મામલે વિવાદીત નિવેદન આપવા અંગે કાર્યવાહી કરી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ લગાવ્યો હતો. ચૂંટણી પંચે તેમના નિવેદનોની આકરી ટીકા કરી હતી.