લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસને આડે હાથ લીધાના એક દિવસ બાદ વડા પ્રધાન મોદીએ બુધવારે રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા કટાક્ષો કર્યા હતા. વડા પ્રધાને પોતાના ચિર પરિચિત અંદાજમાં જનાદેશ પર આંગળી ઉઠાવનાર નેતાઓ તથા ઈવીએમ પર હારનું ઠીકરું ફોડનાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. ગાલિબના શેર ‘તાઉમ્ર ગાલિબ યહ ભૂલ કરતા રહા ધૂલ ચેહરે પર થી, આઈના સાફ કરતા રહા’ દ્વારા વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ પર દેશની જનતા અને મતદાતાઓના અપમાનનો આક્ષેપ કરતા પીએમે કહ્યું કે કોંગ્રેસ જીત્યો તો દેશ જીત્યો અને કોંગ્રેસ હાર્યો તો દેશ હાર્યો એવો અહંકાર સારો નથી. મોદીએ કહ્યું કે જ્યારે એ વાત કહેવામાં આવે છે કે લોકશાહીની હાર થઈ, દેશ હારી ગયો તો હું પૂછવા માગું છું કે શું વાયનાડ અને રાયબરેલી, બહેરામપુર, તિરૂવનંતપુરમમાં પણ હિંદુસ્તાનની હાર થઈ છે. આ કેવો તર્ક છે. અહંકારની પણ એક સીમા હોય છે. દુઃખ થાય છે જ્યારે નેતા કહે છે એનડીએ ચૂંટણી જીત્યો પણ દેશ હાર્યો.