દેશભરમાં હાલ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. દેશની અખંડતા અને દેશભક્તિનું પ્રતિક એવા તિરંગાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી અમિત શાહ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવ્યુ છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. ઘાટલોડિયા પ્રભાત ચોકમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવીને તથા સભાને સંબોધન પણ કર્યુ છે.
આ કાર્યક્રમમાં અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને હું કહેવા માગું છું કે, આપણને આઝાદી મળી એના માટે અવિરત સંઘર્ષ કર્યો છે. તેમણે આ આઝાદી માટે જીવનું બલિદાન આપ્યું છે. યુદ્ધના મેદાનમાં અનેક લોકો તોપોની સામે ઊભા રહી ગયા હતા. ત્યારે આઝાદી મેળવવાનો જુસ્સો હતો. આપણાં પૂર્વજોએ આપેલું બલિદાનએ યુવા પેઢી માટે સંસ્કાર છે.