પૂર્વ ભારતીય બેટ્સમેન અને ભારતરત્ન સચિન તેંડુલકરનો આજે 47મો જન્મ દિવસ છે. જોકે કોરોનાવાયરસની મહામારી વચ્ચે સચિને આ વખતે તેમનો જન્મદિવસ ન ઉજવવાનું નક્કી કર્યું છે. પોલીસ અને ડોકટરો જેવા ઘણા વોરિયર્સ જેઓ કોરોના સામેલડી રહ્યા છે, તેમના માનમાં સચિને આ નિર્ણય લીધો છે. સચિનના નજીકના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સચિન આ વખતે કોઈ પણ પ્રકારની ઉજવણી કરશે નહીં. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો જન્મ 24 એપ્રિલ 1973 માં મુંબઇમાં થયો હતો. જણાવી દઈએ કે, અગાઉ પણ સચિને કોરોના સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.