રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે સત્તાનું ઘર્ષણ ચાલી રહ્યું છે. જેને લીધે એવી અટકળો લાગી રહી હતી કે સચિન પાયલટ ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે પાયલટે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ થશે નહીં.
સૂત્રોએ દાવો કર્યો હતો કે સચિન પાયલટની પાસે કેટલાક ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ ભાજપના નેતાઓની સાથે સંપર્કમાં છે. ત્યારબાદથી એવી અટકળો લાગી રહી હતી કે તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના પગલે ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે હવે સચિન પાયલટે તમામ અટકળો પર વિરામ લગાવી દીધું છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ થશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં સચિન પાયલટ સામેલ થશે નહીં. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા દિલ્હીથી જયપુર પહોંચ્યા છે અને ધારાસભ્યોની સંપર્ક કરવાના પ્રયાસ કરી રહ્યા છે.