રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુરૃવારે કોંગ્રેસ નેતા સચિન પાયલોટને ગદ્દાર ગણાવતા જણાવ્યું હતુંકે તેમણે ૨૦૨૦માં કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો હતો અને મારા નેતૃત્ત્વવાળી સરકારને પાડી દેવાના પ્રયત્નો કર્યા હતાં તેથી તેમને મુખ્યપ્રધાન બનાવી ન શકાય.ગેહલોતે આ નિવેદનથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધી રહી છે તે સ્પષ્ટ થઇ ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પણ આવનારી છે.