રાજસ્થાન હાઈકોર્ટે રાજસ્થાન કોંગ્રેસ ઘમાસાણ મામલામાં સચિન પાયલટને મોટી રાહત આપી દીધી છે. હાઈકોર્ટે શુક્રવારના રોજ પોતાનો નિર્ણય સંભળાવતા યથાવત્ સ્થિતિ જાળવવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પીકરની નોટિસ પર રોક લગાવવાના પોતાના આદેશને યથાવત્ રાખ્યો છે. એટલે કે, હાલમાં સ્પીકર પાયલટ સહિતના બળવાખોર ધારાસભ્યો પર અયોગ્યતાની કાર્યવાહી નહીં કરી શકે.
કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું છે કે, અત્યારે નોટિસ પર કાર્યવાહી નહીં થાય. હાઈકોર્ટ આગામી સુનાવણી ચાલુ રાખશે અને કોર્ટે આગામી સુનાવણી માટે પહેલા કાયદાના પ્રશ્નોને નક્કી કરશે. નોંધનીય છે કે, પાયલટ જૂથ તરફથી શુક્રવારના રોજ કોર્ટમાં આ મામલે કેન્દ્રને પણ પક્ષ બનાવા માટે અપીલ દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે કેન્દ્રનો પક્ષ પણ સાંભળશે.
હાઈકોર્ટ તરફથી લેવાામાં આવેલો આ નિર્ણય સચિન પાયલટ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. આ અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે સ્પીકરને શુક્રવાર સુધી કોઈ કાર્યવાહી ન કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેના કારણે પાયલટને સમય મળી ગયો હતો. પરંતુ સ્પીકર સીપી જોશીએ હાઈકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યા હતા.
સ્પીકરે પોતાની અપીલમાં કહ્યું હતું કે સ્પીકર પાસે નોટિસ ફટકારવાનો અધિકાર છે. કાર્યવાહી થાય ત્યાર સુધીમાં કોર્ટ તેમાં દખલ ન કરી શકે. સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારના રોજ આ મામલે સુનાવણી થઈ હતી અને મામલાની આગામી સુનાવણી સોમવાર સુધી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે હાઈકોર્ટનો નિર્ણય તેમના આધીન રહેશે.