શહેરના સુભાષબ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રિવરફ્રન્ટ પર હાજર સિક્યુરિટી ગાર્ડે યુવતીને પડતા જોઈ તેને બચાવવા માટે તે પણ નદીમાં પડ્યો હતો. જોત જોતામાં બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી જોકે તેઓ પહોંચે ત્યાં સુધીમાં બંનેના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.