અમદાવાદીઓને સાથે લઇ પહેલીવાર સાબરમતી નદીની સફાઈનું મહાઅભિયાન પાંચમી જૂનથી હાથ ધરાશે. આવતી કાલથી શરુ થનાર આ સફાઈ અભિયાનને મુખ્યમંત્રી વિજય રૂપાણી લીલીઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે આ સફાઈ અભિયાન 5 જૂનથી 9 જૂન દરમિયાન ચાલશે.
જણાવી દઈએ કે 12 જેટલી બકનળી મૂકીને ચાર મોટા પમ્પોની મદદથી નદીનું ડેડ સ્ટોરેજ ખાલી કરવામાં આવી રહ્યું છે. આ પાણી પમ્પિંગ સ્ટેશનમાં ડાયવર્ટ કરાય છે. બીજા તબક્કામાં નદીમાં આવતું ગટરનું પાણી બંધ કરાયું છે. જેમાં રિવરફ્રન્ટના 22 આઉટલેટ્સમાંથી 5 અને પશ્ચિમના 23 માંથી 6 આઉટલેટ્સમાંથી 21.50 MLD ગંદુ પાણી નદીમાં જતું હતું. જેને પમ્પિંગ સ્ટેશનમાં ડાયવર્ટ કરવાની કામગીરી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પાંચ તારીખથી જનભાગીદારી દ્વારા વધુ સઘન સફાઈ હાથ ધરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદીની સફાઈ માત્ર દેખાડો નથી, અમે જરૂર પડશે ત્યાં CCTV કેમેરા લગાવીશું, ગંદકી ફેલાવનારને દંડ કરીશું અને ગટરનું પાણી નહીં ઠાલવવા દઈએ. આ અભિયાનમાં રોજનુ 180 MLD ગટરનું પાણી હાલમાં બંધ કરી દેવાયાનો દાવો મ્યુનિ.એ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં નદીમાં રહેલું ગંદુ પાણી વહેવડાવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
પણ આ બધાની વચ્ચે એક જ સવાલ છે કે આ સફાઈ અભિયાન પછી શું ગટરનું પાણી સાબરમતી નદીમાં નહીં ઠલવાય? અથવા તો જે લોકો આ સફાઈ અભિયાનમાં જોડાશે અને સેલ્ફી પાડી પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરશે તે લોકો શું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નદી અથવા તો રોડ રસ્તાઓ પર કચરો નહીં નાંખે? કારણ કે સાબરમતી નદીના કિનારે આવેલી મોટા ભાગની સોસાયટીઓની ગટરનું પાણી સાબરમતી નદીમાંજ ઠલવાય છે.