સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે ત્યારે એક સદી જૂની ધરોધરનો પુન: વિકાસ કરવાની પરિકલ્પના હવે પૂર્ણ થવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 12 માર્ચે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાબરમતી આશ્રમમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે. સાથે સાથે ડ્રીમ પ્રોજેક્ટ 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ પણ કરશે.
ભવિષ્યની યુવા પેઢી મહાત્મા ગાંધીના આદર્શો અને સાદગીપૂર્ણ જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમના પુન:નિર્માણ માટેના આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. રૂ.1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો શુભારંભ થઇ રહ્યો છે.