સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઈને રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય વિસ્તારમાંથી વિશાળ રેલી યોજીને શહેરના અનેક વિસ્તારોમાં રેલી ફરી હતી. સ્થાનિક કાર્યકરોએ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સામે કેન્દ્રનો વિરોધ કર્યો હતો.