Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દખ્ખણના કેરળમાં સબરીમાલા મંદિરમાં જબરૂ ચાલે છે. સુપ્રિમ કોર્ટના સીજે સહિતની બેંચે તમામ બાબતોનો ખૂબ ખૂબ વિચાર અને બંધારણની જોગવાઓનો બરાબર બારિકાઇથી અભ્યાસ કરીને હુકમ કર્યો કે સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની વયની મહિલાઓ સહિત તમામ વયની મહિલાઓને પ્રવેશ આપો. ચુકાદો આપ્યાને બે મહિના થવા આવ્યાં. તેના અમલ માટે નહીં પણ તેનો અમલ નહીં કરવા માટેના રાજકીય કાવાદાવા મુઠ્ઠી જેવડા કેરળ રાજ્યમાં સત્તા મેળવવા માટે થઇ રહ્યાં છે. અને કોર્ટના ચુકાદાનું પાલન કરવાની જેની છેવટની આખરી જવાબદારી છે તે કેન્દ્ર સરકાર તો જાણે કે સુપ્રિમે સબરીમાલા અંગે આવો કોઇ ચુકાદો આપ્યો જ નથી એમ બીજેત્રીજે ધ્યાન આપી રહી છે.અદાલત અને તેમાં પણ સુપ્રિમ કોર્ટનો બંધારણિય ચુકાદો છતાં તેના અમલ માટે જો રાજ્ય સરકાર નિષ્ફળ જાય તો છેવટની જવાબદારી કોની..?

    એક ખરાબ પરંપરા પડી રહી છે. રાજકીય લાભ માટે એવી નવી નવી પરંપરાઓ પડી રહી છે કે જે એક આદર્શ અને ન્યાયતંત્રને જવાબદાર હોય તેવી કેન્દ્ર સરકારને શોભતું નથી. જેમ ન્યાય માટે આખરી આશાનું કિરણ સુપ્રિમ કોર્ટ તેમ તેના આદેશના પાલન માટે પણ આશાનું આખરી કિરણ સમવાયતંત્ર વ્યવસ્થામાં ભારત સરકાર જ છે. પરંતુ જો સરકારમાં બેઠેલા જ સુપ્રિમ કોર્ટના આદેશની અવગણના કરે તો પછી કોર્ટ ચુકાદા આપવાનું જ બંધ કરી દેશે એક દિવસ. એવું નથી કે દિલ્હીમાં સુપ્રિમ કોર્ટમાં બેઠેલા ન્યાયતંત્રના સત્તાવાહકોને સબરીમાલા મંદિરમાં શું ચાલી રહ્યું છે તેની જાણ નથી. તેઓ જોઇ રહ્યાં છે. જોઇ રહ્યાં છે. અને જ્યારે તેમની ધીરજ ખૂટશે ત્યારે કેન્દ્ર સરકાર કહેશે- સોરી અમે જરા ઇલેક્શનમાં બીઝી હતા...!

    સબરીમાલા મંદિરમાં 10થી50 વર્ષની વય જુથની મહિલાઓને પ્રવેશ મળવો જ ના જોઇએ એમ જ્યારે કેન્દ્રના સત્તાપક્ષને ચુકાદા પછી લાગી રહ્યું છે તો કેન્દ્ર સરકાર ચુકાદાની સામે રિવ્યૂ પિટીશન કરી શકે છે. રિવ્યૂ પિટીશન કરવી નથી અને હરિફ પક્ષની સરકારે ચુકાદાને ટેકો આપ્યો તો આપણે ચુકાદાનો વિરોધ કરીએ અને ચુકાદો અમલ થાય જ નહીં તેવી સ્થિતિ સત્તાના જોરે કરશે તો એક દિવસ એવો આવશે કે આવવો જોઇએ કે સુપ્રિમ કોર્ટના ચુકાદાના અમલ માટે અલગ પોલીસ દળની રચના કરવી પડશે. કોઇ રાજ્ય સરકાર નિષ્ફળ જાય ત્યારે કેન્દ્ર ફટાક કરીને હસ્તક્ષેપ કરે છે. પણ સબરીમાલામાં તો ભાજપને ચુકાદાનો અમલ નહીં કરીને કે નહીં કરાવીને કેરળમાં રાજકીય રીતે માલામાલ થવું છે. અને તે માટે સુપ્રિમના ચુકાદાના કાંદા કાઢી નાંખ્યા છે. આ ન્યાયતંત્રનું અપમાન છે એમ કોઇ કહે તો જવાબ તૈયાર જ છે-અમલ ના થઇ શકે તેવા ચુકાદા સુપ્રિમ કોર્ટ શા માટે આપે છે...?! એટલે હવે આવું માનનારાઓ એમ માને છે કે સુપ્રિમ કોર્ટે આવા માન્યતા-પરંપરા, રીતરિવાજ વગેરે.ના ચુકાદા આપતાં પહેલાં કમળની પાંખડી પર બેઠેલા પંડિતો પાસેથી પ્રમાણપત્ર લેવું જોઇએ કે અમે આવો ચુકાદાઓ આપવા માંગીએ છીએ જરા જોઇ લો ને કે કોઇ પરંપરાનો ભંગ તો નથી ને..!!!

    રાજકીય લાભ ખાતર સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અમલ નહીં કરવા દેવાનું વલણ અને સુપ્રિમનું મૌન રાજકીય પક્ષોને બેફામ બનાવશે. સબરીમાલાના ચુકાદાના અમલના મામલે સુપ્રિમ કોર્ટ રાજ્ય અને કેન્દ્ર પાસેથી અહેવાલ મંગાવવો જોઇએ. લોકશાહીમાં લોકોના મનમાં ન્યાયતંત્ર પ્રત્યે ટકી રહેલી વિશ્વસનીયતાનો પણ સવાલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ