-
કેરળના સબરીમાલા મંદિરમાં 800 વર્ષ જુની પરંપરા તોડીને જે બે યુવા મહિલાઓએ ભગવાન અયપ્પનના દર્શન કરીને મહિલા સમાનતાનો રસ્તો બતાવ્યો તે બે પૈકીની એક 39 વર્ષિય પરિણિત મહિલા કનક દુર્ગા પોલીસ બંદોબસ્ત અને મહિલાઓને આ મંદિરમાં દર્શન માટે રોકતા લોકોના ટોળાની વચ્ચે જઇને દર્શન કર્યા બાદ જાનનું જોખમ હોવાથી છુપાઇ ગયા હતા. બે સપ્તાહ સુધી છુપાયા બાદ કનક દુર્ગા પોતાના ઘરે પહોંચી ત્યારે તેની સાસુએ પરંપરા તોડીને મંદિરમાં પ્રવેશીને દર્શન કેમ કર્યા એમ કહીને તેના પર હુમલો કરીને માથામાં ઘા કર્યો હતો. કનક દુર્ગાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કનક દુર્ગા અને અન્ય 40 વર્ષિય બિન્દુ અમ્મીની એ આ મંદિરમાં પ્રવેશ કરીને 800 વર્ષ જુની પરંપરા તોડીને સુપ્રિમ કોર્ટના ચુકાદાનું પણ પાલન કર્યું હતું.