ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ જો કોઈ હોટફેવરિટ મેચ હોય તો તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય છે. આ મેચ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે નિર્ધારિત છે. બંને ક્રિકેટ ટીમોને કોઈપણ દેશમાં ક્રિકેટ રમવાની સંભાવના પર હવે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે એક સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે સરહદ પર આતંકવાદને ક્યારેય સામાન્ય બનાવવો જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું કે ટુર્નામેન્ટ તો આવતી જતી રહેશે અને તમે સરકારના વલણથી વાકેફ છો જોઈએ આગળ શું થાય છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ પર નહીં જાય તેવા બીસીસીઆઈની ઘોષણા બાદ એશિયા કપ 2023ને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે વિવાદની સતત ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે એક નિવેદનમાં આતંકવાદ ખતમ કરવા માટે આંતરાષ્ટ્રીય સ્તર પર નિરંતર દબાવ હોવું જોઈએ અને ભારતને આ દબાવ બનાવી રાખવા માટે નેતૃત્વ કરવું પડશે.