સીરિયામાં અમેરિકા સાથેની ખેંચતાણ વચ્ચે રશિયા ત્રીજા વિશ્વયુદ્ધની પૂર્વ તૈયારીઓમાં લાગી ગયું છે. રશિયાની સરકારી ટેલિવિઝન ચેનલ રુસિયા-24 ન્યૂઝે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા તરફ સંકેત કરતા રશિયન નાગરિકોને બંકરોમાં લઈ જવાની ભોજન સામગ્રી એકઠી કરવાની સલાહ આપી છે. લોકોને પોતાની પાસે પુરતા પ્રમાણમાં આયોડિનિ સંગ્રહ કરવાની સલાહ આપી છે. કે જેથી રેડિયેશનથી બચી શકાય. ચોખા એકઠા કરવા માટે પણ કહેવાયું છે.