રશિયાનું લશ્કર યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરેલા દેશ ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પ્રવેશી ચૂક્યુ છે. રશિયન લશ્કર બળવાખોરોની સાથે મળીને યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન થયેલી અથડામણમાં યુક્રેનના છ સૈનિક માર્યા ગયા છે. જેના જવાબમાં અમેરિકાએ પણ પોલેન્ડમાં એફ-૩૫ ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે સમગ્ર વિશ્વની તાકાત સક્રિય છે. પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને લશ્કર વચ્ચેના યુદ્ધવિરામનો છેલ્લા એક જ દિવસમાં ૯૪ વખત ભંગ કરવામાં આવ્યો છે. બીજી બાજુએ રશિયાના લશ્કરના હુમલાની સંભાવનાએ યુક્રેને ૩૦ દિવસ માટે કટોકટી જાહેર કરી છે.