રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ નહીં લે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પુતિન સપ્ટેમ્બરમાં યોજાનારી જી-20 સમિટ માટે ભારત પ્રવાસનું આયોજન નથી કરી રહ્યા. અત્યારે તેમનું મુખ્ય ધ્યાન 'વિશેષ સૈન્ય અભિયાન' પર છે. જણાવી દઈએ કે મોસ્કો અને કિવ વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.